News of Tuesday, 24th November 2020
ઝરવાણી ગામમાં 3 વર્ષીય બાળકને સાપ કરડતા સારવાર દરમિયાન મોત
( ભરત શાહ દ્વારા ) રાજપીપળા :ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામમાં રહેતા કલ્પેશભાઈ તડવીનો 3 વર્ષીય પુત્ર હાર્દિક પોતાના ઘરે હતો તે સમયે તેને કોઈ ઝેરી સાપે ડંખ મારતા તાત્કાલિક રાજપીપળા સિવિલ સારવાર અર્થે લવાયો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(8:44 am IST)