ગુજરાત
News of Tuesday, 24th November 2020

પીરાણા અગ્નિકાંડ : નાનુ ભરવાડને સેશન્સ કોર્ટથી રાહત :ગુજરાત નહીં છોડવાની શરતે જમીન મંજુર

ફેક્ટરીની જમીનનો માલિક નાનુ ભરવાડને 15,000ના બોન્ડ પર શરતી જામીન મળ્યા

અમદાવાદ :પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહ-અપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય લોકોની અટકાયત કરી છે. જે બાદ આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટએ રાહત આપી છે અને શરતોને આધારે નાનુ ભરવાડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે

પીરાણા અગ્નિકાંડમાં 12 લોકોનાં મોત મામલે આખરે અમદાવાદ પોલીસે ફરિયાદ નોંધી છે. નારોલ પોલીસે પ્રદીપ ભરવાડ, હેતલ સુતરિયા અને નાનુ ભરવાડ સામે કલમ 304 સહ-અપરાધ માનવવધની કલમ હેઠળ ગુનો નોંધી ત્રણેય લોકોની અટકાયત કરી છે

  પીરાણા અગ્નિ કાંડ મામલામાં આરોપી નાનુ ભરવાડને સેશન્સ કોર્ટએ રાહત આપી છે અને શરતોને આધારે નાનુ ભરવાડના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. 15,000ના બોન્ડ પર ગુજરાત નહીં છોડવાની શરતે કોર્ટે જામીન આપ્યા છે. જે નારોલ રોડ પર ફેક્ટરીમાં આગ લાગતા 12 લોકોના મોત થયા હતા, તે ફેક્ટરીની જમીનનો માલિક નાનુ ભરવાડ છે

(11:54 am IST)