ગુજરાત
News of Tuesday, 24th November 2020

વડોદરામાં કોરોના સંક્રમણના વધતા કેસને ધ્યાનમાં રાખી કોર્પોરેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી:37થી વધુ દુકાનો સીલ કરી દંડ વસુલવામાં આવ્યો

વડોદરા: શહેરમાં કોરોના સંક્રમણ વધતા લોકો ભીડમાં એકત્રિત ન થાય, સોશ્યિલ  ડિસ્ટન્સનું પાલન કરે અને માસ્ક પહેરે તે અંગે અવેરનેસ આવે તે મુદ્દે વડોદરા કોર્પોરેશન દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ ચાલુ રાખવામાં આવ્યું છે. બીજી બાજુ નિયમોનું પાલન ન કરવા બદલ સપાટો પર જારી રાખવામાં આવ્યો છે.

પ્રથમ દિવસે ૩૭ થી વધુ  દુકાનો અને લારી- ગલ્લા સીલ કરીને રૃા.૫૪ હજારથી વધુ દંડ વસૂલ કર્યો હતો. ગઈકાલે પણ ૨૫ દુકાનો અને લારી ગલ્લા સીલ કરીને રૃા.૪૮૭૦૦ દંડની વસૂલાત કરી હતી.

આજરોજ વિવિધ વોર્ડની ટીમો દ્વારા પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ દ્વારા અવેરનેસની કામગીરી દરમિયાન બાર વહીવટી વોર્ડમાં વિવિધ સ્થળોએ ચેકિંગ દરમિયાન કોવિડ-૧૯ની ગાઈડ લાઈનનું પાલન થતું ન થતું હોવાને કારણે ૮ દુકાનો તેમજ લારી- ગલ્લા સીલ કરવામાં આવ્યા હતા.   માસ્ક ન પહેરનાર અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન ન કરનાર પાસેથી રૃા.૬૭,૫૦૦ના દંડની વસુલાત કરવામાં આવી હતી.

(5:02 pm IST)