ગુજરાત
News of Friday, 25th September 2020

'આત્મનિર્ભર સહાય' : ગુજરાતની ઐતિહાસિક સિધ્ધી : ૧.૭૦ લાખ લોકોને ૧૬૪૭ કરોડની લોન

વિધાનસભામાં વિજયભાઇ રૂપાણી અને મંત્રી ઇશ્વરસિંહ પટેલનો રણટંકાર : કોરોનાં કાળમાં સામાન્ય વર્ગ અને રોજે-રોજનું કમાવનાર માટે માત્ર ર% ના વાર્ષિક દરથી અપાતી લોન સહાયથી ધંધા-રોજગાર પુનઃ બેઠા કરવાનો નિર્ણય અસરકારક સાબિત થશે : મુખ્યમંત્રી

ગાંધીનગર, તા. રપ : મુખ્યમંત્રીશ્રી અને વિધાન ગૃહના નેતાશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, વૈશ્વિક મહામારી કોરોનાની સ્થિતિમાંથી નાના વેપારીઓ, કારીગરો, ધંધા-રોજગાર કરનારાઓને ફરીથી ચેતનવંતા કરવા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અન્વયે રૂ. ૧૪૧૮ કરોડ રૂપિયા જરૂરિયાતમંદ લાભાર્થીઓને DBT¥À ચૂકવી દેવાયા છે.

સામાન્ય વર્ગના અને રોજનું કમાઇને રોજ ખાનારા અને નાના ધંધા-રોજગારકારો માટે આ સહાય યોજના નાના માણસની મોટી યોજના બની છે એમ પણ તેમણે ઉમેર્યું હતું

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી વિસનગરના ધારાસભ્યશ્રી ઋષિકેશ ભાઇ પટેલે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંગે ઉપસ્થિત કરેલા ટૂંકી મુદતના પ્રશ્નના જવાબમાં ગૃહના નેતા તરીકે સહભાગી થયા હતા.

તેમણે કહ્યું કે, માત્ર બે ટકા વાર્ષિક વ્યાજ દરથી લોનની આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના રાજયના ઇતિહાસમાં પ્રથમ યોજના છે

કોરોનાની સ્થિતિમાં લોકડાઉનને કારણે વેપાર, ઉદ્યોગ-ધંધાને જે આર્થિક વિપરીત અસર પડી છે તેમાંથી ખાસ કરીને નાના વેપારીઓ, કારીગરો, વ્યવસાયીકોને રૂ. ૧ લાખથી ૨.૫૦  લાખની લોન આપી પૂનૅંબેઠા કરવા રાજય સરકારે આ યોજના શરૂ કરી છે તેની ભૂમિકા પણ મુખ્યમંત્રીશ્રીએ આપી હતી.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, રાજયના વેપાર-ઉદ્યોગ, ધંધા- રોજગારને સમગ્રતયા ચેતનવંતા કરવા સરકારે રૂ.૧૪ હજાર કરોડનું ગુજરાત આત્મનિર્ભર પેકેજ પણ જાહેર કરેલું છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના નાના-વેપારીઓ, સ્વતંત્ર વ્યવસાયીકો અને સામાન્ય વ્યકિતઓ સહિત છેવાડાના માનવી સુધી આ આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના આવા વર્ગોને કોરોના સ્થિતી પછીની જીવન વ્યવસ્થામાં આધાર બનશે તેમ જણાવ્યું હતું.

સહકાર મંત્રીશ્રી ઈશ્વરસિંહ પટેલે પ્રશ્નના પ્રત્યુત્ત્।રમાં જણાવ્યું કે, આ યોજના અંતર્ગત રાજયનાં ૧.૭૦ લાખથી વધુ અરજદારોની અંદાજે રૂ.૧૬૪૭ કરોડની લોન અત્યાર સુધીમાં મંજૂર કરી દેવામાં આવી છે.

એટલું જ નહીં, રાજયમાંથી અંદાજે સવા લાખ જેટલા પાથરણા ધારકોએ અરજી કરી હતી તે પૈકી ૫૦ હજાર થી વધુ પાથરણા ધારકોની લોન મંજૂર કરી તેમના ખાતામાં લોનની રકમ જમા પણ થઈ ગઈ હોવાનું તેમણે ઉમેર્યું હતું

મંત્રીશ્રી એ વધુમાં ઉમેર્યું કે, આ પેકેજ સમાજના કોઇ એકલ-દોકલ વર્ગ કે વ્યકિતઓને નહિ પરંતુ નાનામાં નાના, છેવાડાના ગરીબ વંચિત, પીડિત, શ્રમિક, નાના વેપારી, ઊદ્યોગ, નાના ધંધા રોજગાર કરતાં વેપારી કે કારીગર વર્ગ સહિત સૌના હિતની પ્રતિબદ્ઘતા સાથે બનાવવામાં આવેલું પેકેજ છે.

મુખ્યમંત્રીશ્રીએ જાહેર કરેલું આ પેકેજ આર્થિક પરિસ્થિતીમાં સુધાર સાથે રાજયના જનજીવનને અને અર્થતંત્રને પૂનઃવેગવંતુ બનાવશે એમ તેમણે ઉમેર્યું હતું.

(3:42 pm IST)