ગુજરાત
News of Friday, 25th September 2020

વડોદરાના હરણી એરપોર્ટ સર્કલ નજીક ગેસ કંપની દ્વારા મેન્ટેનન્સની કામગીરીના કારણોસર પુરવઠો બંધ રાખવામાં આવતા લોકોને હાલાકી

વડોદરા: શહેરમાંમ્યુનિસિપલ કોર્પોરેશનની બનેલી સંયુક્ત ગેસ કંપની દ્વારા પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોના શહેરના ઉત્તર અને પૂર્વ વિસ્તારના આશરે 38,000 ગેસ કનેક્શન ગુરૂવારની રાતથી શુક્રવારની સવાર સુધી મેન્ટેનન્સની કામગીરીને લીધે બંધ રાખવામાં આવ્યા હતા

શહેરના હરણી એરપોર્ટ સર્કલ પાસે ગેસ લાઇન પર આવેલા ડીઆરએસ એટલે કે ડિસ્ટ્રિક્ટ રેગ્યુલેટરી સિસ્ટમના રિપ્લેસમેન્ટ અને મેન્ટેનન્સની કામગીરી કરવાની હોવાથી ગેસ પુરવઠો બંધ રાખવામાં આવ્યો હતો. જેના લીધે કનેક્શન બંધ રહ્યા હતા

ગેસ કંપની દ્વારા હાલ ગેસના નવા જોડાણો આપવાની કામગીરી સઘન બનાવી છે અને ગેસના જોડાણોની સંખ્યા પણ વધી રહી હોવાથી હવે પછી કોઈ તકલીફ સર્જાય તે એને ધ્યાનમાં રાખીને ડી.આર એસ.ની કામગીરી કરવામાં આવી હતી. કામગીરી રાત્રે 10 વાગ્યા બાદ શરૂ કરાઇ હતી અને વહેલી સવારે 5 વાગ્યે પૂરી કર્યા બાદ ગેસ પુરવઠો ચાલુ કરવામાં આવ્યો હતો

(5:35 pm IST)