ગુજરાત
News of Friday, 25th September 2020

નાંદોદ તાલુકામાં ૮ સહિત નર્મદા જિલ્લામાં ૧૦ કોરોના પોઝિટિવ દર્દી નોંધાયા

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા : નર્મદા જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોના પોઝિટિવ કેસો મળી રહ્યા છે જિલ્લામાં શુક્રવારે નવા ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે
 આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસેથી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં શુક્રવારે ૧૦ નવા દર્દી કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં રાજપીપળા માં ચિત્રકૂટ સોસા ૧ નાંદોદ ના વડિયા ૩ ભદામ ૨ કરાઠા ૧ માંગરોળ ૧ તેમજ ગરુડેશ્વરના બોરીયા ૧ તિલકવાળાના રૂપ પુરા ૦૧ સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે.
 રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૯ દર્દી દાખલ છે જ્યારે હોમ આઇસોલેશન માં ૦૫ દર્દી દાખલ છે આજે ૧૨ દર્દી સાજા થતા રજા અપાઈ છે આજદિન સુધી નર્મદા જિલ્લામાં કુલ ૮૫૪ દર્દીઓ સાજા થતા રજા આપવામા આવી છે. જિલ્લામાં કોરોના પોઝિટિવ નો કુલ આંક ૯૧૦ પર પહોચ્યો છે.આજે વધુ ૪૯૯ સેમ્પલ ચકાસણી હેઠળ છે.
 નર્મદા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઘણી રજુઆત કરવા છતાં આજદિન સુધી જિલ્લામાં કોરોના થી થયેલ મૃત્યુ અંક આપવામાં આવ્યા નથી અધિકારીઓ ખો ખો રમી એક બીજા ઉપર દોષ નો ટોપલો ઢોળી રહ્યા છે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે

(6:30 pm IST)