News of Friday, 25th September 2020
તિલકવાડા તાલુકાના એક ગામની સગીરાને લગ્નની લાલચે ભગાડી જનાર યુવાન વિરૂદ્ધ ફરિયાદ
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તિલકવાડા ના એક ગામની સગીર વયની દીકરી ઉમર વર્ષ ૧૬ અને ૭ મહીનાને તા .૨૩ / ૦૯ / ૨૦૨૦ ના સાંજના સાત વાગ્યા પછી કોઇ પણ સમયે ગામનો જ યુવાન કિશન શનાભાઇ તડવી પટાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી વાલીપણામાથી ભગાડી લઇ જતા તેના પિતા એ ભગાડી જનાર યુવાન કિશન વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે
(6:41 pm IST)