ગુજરાત
News of Monday, 26th October 2020

અમદાવાદના રાણીપ વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉન

એક જ અઠવાડિયામાં કોરોનાથી 6 લોકોના મૃત્યુ થતા રાધાસ્વામી રોડ પર સ્થાનિકોએ કર્યો નિર્ણય: 50થી વધુ સોસાયટીઓ લોકડાઉનમાં જોડાઇ

અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા રાધાસ્વામી રોડ પર સ્થાનિકો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર એક જ અઠવાડિયમાં આ વિસ્તારમાં કોરોનાથી 6 લોકોના મૃત્યું થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે

આ વિસ્તારમાં આવેલી 50થી વધુ સોસાયટીઓ સ્વયંભુ લોકડાઉનમાં જોડાઇ છે. જેને લઇને આજ વહેલી સવારથી દુકાનો બંધ જોવા મળી છે. સ્થાનિકો દ્વારા આ વિસ્તારમાં આજથી આગામી 10 દિવસ સુધી સ્વયંભૂ લોકડાઉન જાહેર કરાયું છે.

(10:49 am IST)