ગુજરાત
News of Monday, 26th October 2020

માલપુર તાલુકાના ભેમપોડા ગામના કુવામાંથી વૃધ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી

માલપુર:તાલુકાના ભેંમપોડા ગામના કુવામાંથી વૃધ્ધાનો મૃતદેહ શુક્રવારે મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી.અને વૃધ્ધાએ કયા કારણોસર કૂવામાં ઝંપલાવી મોતને વ્હાલુ કર્યું તેની ચર્ચાઓ પંથકભરમાં ચગદોળે ચડી હતી.પરંતુ મોતની ઘટના અકસ્માત નહી પરંતુ આયોજનપૂર્વક કરાયેલ હત્યાનું કાવતરૂ હોવાનું જણાઈ આવતાં સાસુને તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પુત્રવધુ અને પત્નિને કાળા કામમાં મદદ કરનાર પુત્ર સામે ફીટકાર વરસ્યો હતો. ફરીયાદ બાદ માલપુર પોલીસે વૃધ્ધ સાસુના હત્યાના ગુનામાં પુત્રવધુ અને પુરાવા નાશ કરવામાં મદદ કરનાર સાગરીત એવા પુત્ર વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લાશને લઈ તરહ તરહની ચર્ચાઓ ઉઠી હતી.પરંતુ માલપુર પોલીસ સ્ટેશને શુક્રવારની સાંજે તાલુકાના ગોવિંદપુર ગામના જેશાભાઈ પાંડોર નાઓએ પ્રકરણે નોંધાવેલ ફરીયાદ બાદ પોલીસ તપાસમાં કોઈ અકસ્માત નહી પરંતુ ઠંડા કલેજે વૃધ્ધાને મોતને ઘાટ ઉતારવાનું ષડયંત્ર હોવાનું જણાઈ આવતાં પોલીસે મૃતક સાસુ જમકુબેન શનાભાઈ ખાંટ (..૫૭)ને માથાના ભાગે તીક્ષ્ણ હથીયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારનાર પુત્રવધુ મીનાક્ષી ખાંટ અને લાશને રાતોરાત કૂવામાં નાખી પુરાવાનો નાશ કરવામાં હત્યારી પત્નિને મદદ કરનાર મૃતકના પુત્ર સોમભાઈ શનાભાઈ ખાંટ વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

(6:50 pm IST)