ગુજરાત
News of Monday, 26th October 2020

અમદાવાદ એરપોર્ટ પર દુબઇથી આવતો શખ્સ 40 જેટલા આઇફોન સાથે ઝડપાયો

મોબાઇલની આશરે 70 હજારથી 1.25 લાખ સુધીની કિંમત

અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે વિદેશથી આવતા મુસાફરની બેગમાંથી 40થી 50 લાખની કિંમતના આઇફોન મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે મુસાફરની બેગનું સ્ક્રેનિંગ કરતા તેમાંથી 40 આઇફોન મળી આવ્યા હતા. કસ્ટમ વિભાગે આ ફોન ક્યાથી લાવ્યો અને કોને આપવાનો હતો જેને લઇને તપાસ હાથ ધરી છે.

લોકડાઉન પછી અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ દાણચોરીનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મુસાફરની જુદી જુદી બેગમાં આઇફોન મોબાઇલના 40 આઇફોન મળી આવ્યા હતા. જેની કિંમત પ્રતિ મોબાઇલની આશરે 70 હજારથી 1.25 લાખ સુધીની થાય છે.

મુસાફરની બેગમાંથી આઇફોન 11, 11 પ્રો, આઇફોન 12 અને 12 પ્રો મળી આવ્યા છે. ભારતમાં આઇફોનની કિંમત અન્ય દેશ કરતા વધુ હોવાથી દુબઇથી આઇફોન મંગાવે તો તે સસ્તા પડે છે. આઇફોન 12 પ્રોની કિંમત ભારતમાં આશરે 1.20 લાખ રૂપિયા થવા જાય છે જ્યારે દુબઇમાં આઇફોન 96 હજાર રૂપિયામાં મળે છે.

(8:32 pm IST)