ગુજરાત
News of Monday, 26th October 2020

દેડીયાપાડા તાલુકામાં વિકાસ કામોનું ધારાસભ્ય મહેશભાઈ વસાવા દ્વારા ખાતમુહૂર્ત કરાયું

દેડીયાપાડા ધારાસભ્ય મહેશ વસાવા અને માજી વન મંત્રી મોતીસિંહ વસાવાના વરદ હસ્તે વિવિધ રસ્તાઓનુ ખાતમુહૂર્ત કરાયુ.

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદાનાં દેડીયાપાડા તાલુકામાં રસ્તોઓને લઈ અનેક મુશ્કેલીઓ ગ્રામજનોને પડી રહી હતી, ગ્રામજનોને પડી રહેલી મુશ્કેલી ઓને દુર કરવા ગ્રામજનોની માંગને ધ્યાને લઈને આજરોજ દેડિયાપાડા તાલુકાના ગામોને જોડતા જિલ્લા પંચાયતના રસ્તાઓનું ધારાસભ્ય મહેશભાઈ વસાવા તેમજ માજી વન મંત્રી મોતીસિંહ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામા આવ્યું હતુ જેમાં(૧) મોટા મંડાળા થી ગારદા - ભૂતબેડા રોડ,૭.૮૦ કિમી. ૧૫૬.૦૦ લાખ(૨) સિંગલવાણ એપ્રોચ રોડ, ૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ.(૩) કોકટી થી નીનાઈ ધોધ, મોહબી રોડ, ૫.૬૦ કિમી.૨૨૦.૦૦ લાખ.(૪) ફુલસર બેડાપાટીયા રોડ,૦.૫૦ કિમી. ૫૦.૦૦ લાખ (૫) ફુલસર થી દુથર રોડ, ૧.૫૦ કિમી. ૩૦.૦૦ લાખ.આ રસ્તાઓની કામગીરી કરનારા એજન્સીઓ અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ને કામો સમય મર્યાદામા પુરા કરવામાં આવે અને રસ્તા,સ્લેબ ડ્રેઇન,નાળાના કામોમા ખાસ ગુણવત્તા જાળવવામાં આવે એવી ગામના લોકો વચ્ચે ચર્ચા કરવામા આવી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ દામાભાઈ વસાવા દેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ માધવસિંહ વસાવા,માજી ધારાસભ્ય મોતિસિહ વસાવા,કારોબારી અધ્યક્ષ બહાદુર ભાઈ વસાવા,માજી જિલ્લા પંચાયત પ્રમુખ શંકરભાઈ વસાવા,BTP નર્મદા જિલ્લા પ્રમુખ ચૈતરભાઈ વસાવા સહિત અનેક હોદેદારો તેમજ સરપંચો અને ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

(10:19 pm IST)