ગુજરાત
News of Saturday, 27th February 2021

રાજયમાં ખાતર કંપનીઓ દ્વારા ખાતરના ભાવમાં વધારો નથી થયોઃ આર.સી.ફળદુ-જયેશ રાદડિયા

કોંગ્રેસ પ્રેરિત ભ્રમિત કરવાની વાતમાં ખેડૂતોને ન આવવા અપીલ

રાજકોટ-ધોરાજી, તા. ર૭ :  રાજયનાં પુરવઠા મંત્રી જયેશ રાદડિયા અને કૃષિમંત્રી આર.સી. ફળદુએ જણાવ્યું છે કે, રાજયમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વારા ડી.એ.પી. તથા એન. પી.કે. ખાતરોમાં કોઇ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. ડી.એ.પી. અને એન.પી.કે. ખાતરમાં તા. ૧ માર્ચ-ર૦ર૧ થી ભાવ વધારો કરવામાં આવનાર છે. એ સંદર્ભે ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ સમાચારો કોંગ્રેસ પ્રેરિત અને ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજયની ચુંટણીઓમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ ખેડૂતોને ગેરમાર્ગે દોરનારા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓમાં હાર ભાળી ગયેલ કોંગ્રેસ ખેડૂતોને ભ્રમિત કરવાનું બંધ કરે ખેડૂતોના નામે રાજનીતિ કરવી એ અમારી માનસિકતા નથી અને રહેશે પણ નહીં.

મંત્રી શ્રી ફળદુ અને જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું છે કે કેટલીક ટીવી ચેનલોમાં ૧-માર્ચ ર૦ર૧થી  ડીએપી ખાતરનો વેચાણ ભાવ રૂ. ૧ર૦૦/ બેગ થી વધી રૂ. ૧પ૦૦ બગ તથા એન.પી.કે. ખાતરના વેચાણ ભાવ રૂ. ૧૧૭પ/ બેગ થી વધી રૂ. ૧૪૦૦/ બેગ થનાર અંગેના સમાચાર પ્રસારીત થયા હતા. જે અનુસંધાને રાજયમાં ખાતર સપ્લાય કરતી વિવિધ મુખ્ય ખાતર કંપનીઓ જેવી કે જી.એસ.એફ.સી.જી.એન. એફ.સી. ઇફકો, કૃભકો તથા અન્ય કંપનીઓ પાસેથી આગામી ૧-માર્ચ ૨૦૨૧થી ભાવ વધારો કરવામાં આવેલ છે કે કેમ ? તે અંગેની જાણકારી મેળવતા રાજ્યમાં વેચાણ કરતી ખાતર કંપનીઓ દ્વાર ડી.એ.પી. તથા એન.પી.કે. ખાતરોમાં કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી. આ ભાવ વધારો બેંગ્લોરની એક ખાનગી કંપનીઓ દ્વારા એક રાજ્યમા આવેલા હોવાનું જણાયેલ છે. ગુજરાત રાજ્યમાં આ તમામ ખાતરો તેમના જૂના ભાવે જ અને પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.

તેમણે ઉમેર્યુ તા. ૨૬-૨-૨૦૨૧ના રોજ કેટલીક ટીવી ચેનલોમાં પ્રસારીત થયેલ ૧ માર્ચ ૨૦૨૧થી ડીએપી તથા એનપીકે ખાતરોમાં ભાવ વધારા બાબતેના સમાચાર રાજયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા માટે જ આવા ખોટા સમાચાર કોંગ્રેસ દ્વારા પ્રસારીત કરાવવામાં આવેલ હોવાનું જણાય છે તેમ જયેશ રાદડિયા અને આર.સી. ફળદુએ જણાવ્યુ હતું.

(3:50 pm IST)