ડુંગરા પોલીસે લાવછા ગામેથી રૂ. 30 હજારના દારૂ સાથે વરના કાર પકડી
ડુંગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ જે.વી.ચાવડા , રુતુરાજસિંહ ઝાલા , બહાદૂરસિંહ સિસોદિયા , જોરૂભાની ટીમની બુટલેગરો પર તવાઈ
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા આવતા બુટલેગરો ' આવુટ ' થયા છે સાથે પોલીસ તંત્રએ પર બુટલેગરોની કમર તોડી છે બુટલેગરો દારૂની હેરાફેરી માટે રોજ નવા રસ્તાઓ શોધતા હોય છે. દમણ બાદ કેટલાક બુટલેગરો સેલવાસથી દારૂની હેરાફેરી કરી રહ્યા છે. આવા એક બુટલેગર ની કારને ડુંગરા પોલીસે પકડી પાડી રૂ. 29,800 નો દારૂનો જથ્થો પકડી પડ્યો છે. ડુંગરા પોલીસના સ્ટાફે લાવછા ગામે હાથ ધારેલા ચેકીંગ દરમિયાન એક વરના કાર ન. GJ15CA1112 ને અટકાવી તેની જડતી લેતા તેમાંથી દારૂની 308 બોટલો મલી આવી હતી. જેના પગલે પોલીસે કાર ચાલક વાપીના રહેવાસી સંદીપ રમેશ પટેલ અને સાથે સવાર અમિત મુકેશ હળપતિને પકડી પડ્યા હતા. તેમની પૂછતાછ કરતા આ દારૂ સેલવાસના નિમેષ રમેશ હળપતિ એ ભરાવ્યો હતો અને મહેશ હળપતિ ને મોકલવાનો હતો. જેના પગલે પોલીસે નિમેષ અને મહેશને વોન્ટેડ જાહેર કર્યા છે