ગુજરાત
News of Tuesday, 27th October 2020

રાજપીપળા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા વી.એચ.પી- બજરંગ દળે આપ્યું કલેક્ટર ને આવેદન

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર રાજપીપળા શહેરમાં અશાંત ધારો લાગુ કરવા નર્મદા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ નર્મદા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

આવેદનમાં જણાવ્યા મુજબ રાજપીપળા શહેરના ઘણા વિસ્તારોમાં કે જ્યાં હિન્દૂ લોકો વર્ષો થી રહે છે આ વિસ્તારોમાં મુસ્લિમ સમાજના લોકો મકાનો ખરીદ કરે છે અમારા લોકોના રીત રિવાજો અને સામાજિક રિવાજો ઘણા અલગ હોય જેથી બંને કોમ વચ્ચેના રીત રિવાજો મળતા ન હોય જેથી ભવિષ્યમાં ઘર્ષણ ઉભું થાય તેમ છે. અગાઉ પણ રાજપીપળાના આશાપુરી ખાતે આવી ઘટના બની હતી ત્યાં હિન્દુનું ઘર સળગાવી દેવાયું હતું જેની ફરિયાદ રાજપીપળા પો.સ્ટે.માં નોંધાઈ હતી માટે આવી ઘટના અમારા વિસ્તારમાં જેવા કે વિસાવાગા ,ટીમ્બા ખડકી,જાની પાયગા જેવા તમામ વિસ્તારોમાં કે જ્યાં હિન્દૂ વસ્તીનો વર્ષો થી વસવાટ છે ત્યાં અમુક લોકો દ્વારા શાંતિ ભંગ કરવાના હેતુ થી અને માનસિક ત્રાસ આપવાના હેતુ થી આ લોકો ત્યાં મકાનો લે છે સાથે સાથે બહુચરા માતાજી થી લક્ષ્મી માતાજી ના મંદિર નજીક માં પાંચ મંદિરો આવેલા છે ત્યાં તમામ હિન્દૂ લોકો રહે છે અને ત્યાં નજીકમાં કેટલાક હિન્દુ લોકો અન્ય કોમના લોકો ને મકાન વેંચતા હોવાનું જાણવા મળ્યું છે જેના કારણે અમારા હિન્દુ વિસ્તાર માં અશાંતિ ફેલાઈ તેમ હોય માટે સમગ્ર રાજપીપળા માં અશાંત ધારો લાગુ કરાય તેવી માંગ છે

(10:26 pm IST)