ગુજરાત
News of Friday, 27th November 2020

નર્મદા બંધમાંથી શિયાળુ પાકને બચાવવા 19,400 ક્યુસેક પાણી છોડવામાં આવતા ધરતીપુત્રોને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા બંધ માંથી આજે પાણી છોડવામાં આવ્યુ છે.ખેડૂતોને ઉનાળા બાદ શિયાળુ પાક માટે પાણીની ખાસ જરૂરિયાત હોવાથી ખેડૂતોની માંગ ને જોઈ હાલ પાણી છોડવાનો નીર્ણય સરકારે કર્યો છે. અને નર્મદા બંધ ની મુખ્ય કેનાલ માંથી 19,400 ક્યૂસેક પાણી છોડવા માં આવ્યું છે.
હાલ નર્મદા બંધ ની જળ સપાટી 134.68 મીટર પર છે. અને ઉપરવાસમાં 1300 ક્યૂસેક પાણીની આવક હતી. જોકે શિયાળુ પાક માટેજ નહીં પરંતુ ઉનાળુ પાક માટે પણ રાજ્યના ખેડૂતો માટે પુરતુ પાણી છે.ત્યારે ખેડૂતોની જ્યારે પણ માંગ ઉઠશે તેમ તેમ નર્મદા કેનાલમાંથી પાણી છોડી ખેડૂતોને પાણી પહોચતુ કરાશે.આ બાબત ધરતી પુત્રો માટે લાભદાયી છે.

(11:33 pm IST)