ગુજરાત
News of Thursday, 28th January 2021

સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા ૧૫ લાખ એકઠા કરવા સંકલ્પ

ગુજરાતભરમાં અરેરાટી ફેલાવનાર અને ૧૫ મજૂર પરિવારોને નોધારા બનવાનાર અકસ્માતનો પડઘો : પ્રજાસતાક પર્વ પર પોતાના તરફથી શરૂઆત કરીઃ લોકડાઉન સમયે સુરત રેન્જ હેઠળના વિવિધ જિલ્લા અને તાલુકાના વિકલાંગો માટે ભોજનની વ્યવસ્થા કરનાર એડી.ડી.જી.નું ફરી માનવીય સંવેદના દર્શાવી

રાજકોટ તા.૨૮,  સુરતના કિમ નજીક ગરીબ પરિવારો પર ટ્રક ફરી વળવાની દુર્દ્યટનાને કારણે નિરાધાર જેવા બનેલા આ પરિવારો માટે પોતાના તરફથી સારી એવી રકમના યોગદાન બાદ ૧૫લાખ એકઠા કરવાનો સંકલ્પ સુરત રેન્જ વડા રાજકુમાર પાંડિયન દ્વારા થયો છે.                                

ગુજરાત સહિત સમગ્ર દેશમાં જે અકસ્માતથી અરેરાટી જાગી હતી તેવા આ પરિવાર માટે મુખ્ય મંત્રી અને ખુદ વડા પ્રધાને જે રીતે યોગદાન આપી અને જે માનવતા દાખવી તેથી પ્રભાવિત થયેલ એડી.ડીજી. લેવલના આ રેન્જ વડા દ્વારા પોલીસ પરિવાર પણ કેમ પાછળ રહે? તેવી ઉમદા ભાવનાથી ૧૫ લાખ એકઠા કરવાનો સંકલ્પ કર્યો છે.                                 

 અત્રે યાદ રહે કે સુરત રેન્જ હેઠળના જિલ્લા તાલુકા મથકો લાખો વિકલાંગ બાળકો માટે લોક ડાઉન દરમ્યાન તેમના ભોજન માટે રાશનની વ્યવસ્થા પણ રાજકુમાર પાંડિયન દ્વારા થય હતી.                             કોરોના મહામારી સમયે ખૂબ જરૂરિયાત વાળા પોતાના સ્ટાફના જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પોલીસ મેન માટે હોસ્પિટલ માટે તમામ વ્યવસ્થા ગોઠવી ખૂબ પ્રસંશા મેળવી હતી.

(3:21 pm IST)