કડીના હરિપુરાની સીમમાં ફાયબર બનતી બી ટેકટેક્સ કંપનીમાં ભંયકર આગ : તમામ માલ સમાન બળીને ખાખ
કડી પાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા: કંપનીના શેડ -2 માં આગ લાગતા કંપનીમાં નાસભાગ
કડી ખાતે એક કંપનીમાં ભયાનક આગ ફાટી નિકળી છે આગની જાણ લોકોને ફાયરને થતા કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગમાં કંપનીમાં રાખેલ તમામ માલ બળીને ખાખ થઈ ગયો હતો.
હરીપૂરા ગામની સીમમાં વુવન પ્રોડક્ટ્સ અને ફાયબર બનાવતી જે બી ટેકટેક્સ નામની કંપનીમાં સાંજના સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કંપનીના શેડ -2 માં આગ લાગતા કંપનીમાં નાસભાગ મચી જઈ હતી. કંપનીના સંચાલકોએ કડી ફાયરબ્રિગેડને જાણ કરતા કડી પાલિકાના બે ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવવા કામે લાગી ગયા હતા.કંપનીમાં પડેલો માલ સામાન બળીને ખાખ થયી ગયો હતો પરંતુ સદનસીબે કોઈ જાનહાની થયી નહોતી.
મળતી માહિતી મુજબ કંપનીમાં છેલ્લા કેટલાક સમયમાં ત્રીજી કે ચોથી વાર આગનો બનાવ બનતા કંપનીના સંચાલકો ઉપર શંકા પેદા થયેલી જોવા મળે છે તે ઉપરાંત કંપનીમાં ત્રણ થી ચાર વખત આગના બનાવ બનવા છતાં કંપનીમાં ફાયર એન્ડ સેફટીની કોઈ સુવિધા જોવા મળતી નહોતી