નવસારીના દેવધા ડેમ પર જોખમી સ્ટન્ટ કરવાનું યુવાનને ભારે પડ્યું : કાર ડેમના કેચમેન્ટમાં ફસાઈ
ફસાયેલા યુવક નવસારી જિલ્લાના કૉંગ્રેસ કિસાન મોરચના નેતા યશ દેસાઈ હોવાની ચર્ચા: કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ
નવસારી : ચોમાસામાં નદીમાં પૂર આવે ત્યારે તેને ઓળંગવા જતા અથવા તો કોઝ-વે પરથી પસાર થવા જતી વેળાએ લોકોના તણાવાની અને ડૂબવાની ઘટનાઓ સતત આવી રહી છે. લોકોના જીવ ગયા હોવાના અનેક ઉદાહરણો છે છતાં લોકો પોતાનો જીવ જોખમમાં નાખતા હોય છે. ત્યારે નવસારીના ગણદેવીના દેવધા ડેમ પર જોખમી સ્ટન્ટ કરવા જતા યુવકની કાર ડેમના કેચમેન્ટમાં ફસાઈ હતી. આ ઘટનાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે.
દેવધા ડેમમાં પાણીની ભરપૂર આવક હોવાના લીધે લોકોનો ધસારો છે તેવામાં સ્ટન્ટ કરવા જતા યુવકની કાર દેવધા ડેમના કેચમેન્ટમાં ફસાઈ હતી. ધમસતા પ્રવાહમાં લાલ કલરની આ કારમાં ફસાયેલા ચાલકે સમયસૂચકતા વાપરતા તે બહાર આવી ગયો હતો પરંતુ કાર ફસાઈ ગઈ હતી. ફસાયેલા યુવકની ઓળખ નવસારી જિલ્લાના કૉંગ્રેસ કિસાન મોરચના નેતા યશ દેસાઈ તરીકેની હોવાનું સામે આવ્યું હતું
આ ડેમમાં ગાડી ફસાઈ ત્યારે લોકોનો એક સમય લોકોનો જીવ અદ્ધર થઈ ગયા હતા. જોકે, યુવકે સમયસૂચકતા વાપરતા તેનો જીવ બચી ગયો હતો. આ યુવકની કારનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે ત્યારે આ પ્રકારના સ્ટન્ટ કરવાનું ટાળવું જોઈએ.