ગુજરાત
News of Saturday, 28th November 2020

બનાસ ડેરીમાં દૂધની ઐતિહાસિક આવક : સ્થાપના બાદ પ્રથમવાર 74 લાખ લીટર દૂધની આવક નોંધાઈ

દૂધની આવકમાં પાછલા 5 વર્ષથી વધારો થવાનો સિલસિલો

પાલનપુર : કોરોના મહામારી વચ્ચે બનાસકાંઠાની બનાસ ડેરીમાં દૂધની ઐતિહાસિક આવક નોંધાઇ છે.ડેરીની સ્થાપના બાદ પ્રથમ વખત બનાસ ડેરીમાં 74 લાખ લીટર દૂધની આવક નોંધાઇ છે.મહત્વપૂર્ણ છે કે દૂધની આવકમાં પાછલા 5 વર્ષથી વધારો થવાનો સિલસિલો ચાલી રહ્યો હતો.જે ચાલુ વર્ષે ઐતિહાસિક સપાટી વટાવી ચૂક્યો છે

 .જોકે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ વધારા પાછળનું મોટું કારણ છે પશુપાલન વ્યવસાય. બનાસકાંઠાના ખેડૂતોએ પરંપરાગત ખેતી સાથે પશુપાલનના વ્યવસાયને પણ જીવનમાં વણી લીધો છે. અને બદલાતા જમાના સાથે તાલ મિલાવી પશુપાલન ક્ષેત્રે નવો કિર્તિમાન હાસંલ કર્યો છે. ત્યારે બનાસ ડેરીમાં દૂધની ગંગા વહેતા ડેરી સત્તાધીશોમાં ખુશી જોવા મળી. અને બનાસ ડેરીના યોગ્ય વહીવટને આ સફળતા માટે કારણભૂત ગણાવ્યો.

(11:54 pm IST)