ગુજરાત
News of Monday, 28th September 2020

રાજ્યની આઠ બેઠકની પેટાચૂંટણી માટે ભાજપનું મંથન શરૂ: મોટાભાગની બેઠકો પર કપરા ચડાણ

કમલમમાં સ્થાનિક સમીકરણો અંગે ચર્ચા :એન્ટી ઈન્કમ્બન્સી હોવાનો પ્રાથમિક અહેવાલ

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. પંરતુ અંગે ભાજપે મંથન શરૂ કર્યુ છે. ભાજપ કાર્યાલય કમલમ ખાતે પેટાચૂંટણીને લઈને આઠ મંત્રીઓને જવાબદારીઓ સોંપાઈ છે. તેમની પાસે સંગઠન મહામંત્રી વી. સતિષે બેઠક કરી અને પેટાચૂંટણીની બેઠકોનો વર્તમાન રિપોર્ટ માંગ્યો છે. મોટાભાગની બેઠકો પર એન્ટી ઈન્કમ્બન્સી હોવાનો પ્રાથમિક અહેવાલ છે. પેટા ચૂંટણીની બેઠકો પર સ્થાનિક સમીકરણ પર પણ કમલમમાં ચર્ચા થઈ. સૌરભ પટેલ, ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપ સિંહ જાડેજા, હકુભા જાડેજા, ઈશ્વર સિંહ પટેલ, ગણપત વસાવા સાથે વી. સતિષે બેઠક કરી છે.

(12:28 am IST)