News of Thursday, 29th October 2020
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર વાવમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા છે. બનાસકાંઠાના વાવ વિસ્તારમાં આ આંચકો અનુભવાયો છે. થોડા દિવસ પહેલા જ કચ્છ સહિત ઉત્તર ગુજરાતના વિસ્તારમાં ધરતીકંપનો લગભગ આટલી જ તીવ્રતા ધરાવતો આંચકો અનુભવાયો હતો. આ આંચકાની તીવ્રતા ઓછી હોવાથી લોકો પર તેની અસર વર્તાઈ ન હતી. પણ ભૂકંપ નિષ્ણાતોમાં આ આંચકાને લઈને જરૂર ચિંતા છે.
(12:49 am IST)