Gujarati News

Gujarati News

કેદીઓને રેડીયો જોકી, બ્રોડ કાસ્ટીંગની તાલીમનો શુભારંભ : લાપરવાહી માટે જેલ સ્ટાફના કસુરવાનોને ઘર ભેગા કરનાર જેલ વડાની બીજી આંખમાંથી કરૂણા પણ વરસી રહી છે : 'ગુડ મોર્નીગ ગુજરાત' ભવિષ્યમાં ખુંખાર કેદીઓના મધુર અવાજના સંબોધન સાંભળો તો નવાઇ ન પામતાઃ રેડીયો કાર્યક્રમો દ્વારા મનોરંજન-કેદી કલ્યાણ યોજનાઓ તથા સરકારની વિવિધ લાભદાયી યોજનાઓથી કેદીઓ વાકેફ થઇ ભવિષ્યમાં રેડીયો જોકી અને કાર્યક્રમ પ્રસારણની સેવામાં જોડાઇ શકે તે માટે ગુજરાતમાં સૌ પ્રથમ પૂ.મહાત્મા ગાંધીજીને જયાં કેદ કરાયા હતા તેવી સાબરમતી મધ્યસ્થ જેલથી શુભારંભઃ અકિલા સાથેની વાતચીતમાં રાજયના જેલ વડા ડો. કે.એલ.એન. રાવે સમગ્ર ડિઝાઇનની રસપ્રદ છણાવટ કરી access_time 11:58 am IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST

  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • રોહીત-પોલાર્ડ હિટ, મુંબઇ સુપરહિટ : ૪૮ રનથી ચેમ્પીયન ટીમ શાનદાર જીત સાથે પોઇન્ટ-ટેબલમાં ટોપ પરઃ મુંબઇએ છેલ્લી પાંચ ઓવરમાં બનાવેલા ૮૯ રન પંજાબને ભારે પડયાઃ ટુર્નામેન્ટમાં ૫૦૦૦ રન પૂરા કરનાર ત્રીજો ખેલાડી બન્યો રોહીત શર્મા access_time 3:48 pm IST