Gujarati News

Gujarati News

૧૪મી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર ઐતિહાસિક રહ્નાઃ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીઍ અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે ૩૭૦૦ કરોડની સહાય યોજના જાહેર કરીઃ સત્રમાં ગુંડાગીરી નાબુદી માટે પાસામાં સુધારો, ગણોત ધારો, ઍપીઍમસી ઍક્ટ, મહેસૂલી સુધારા અને મત્સ્ય ઉદ્યોગના કાયદામાં સુધારા સહિત ૨૦ જેટલા વિધેયકો મંજૂરી કરી કાયદાનું સ્વરૂપ અપાયુઃ સંસદીય રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાઍ વિધાનસભા સંપન્ન થવાના પ્રસંગે આપેલુ ભાવવિભોર નિવેદન: ટૂંકી મુદ્દતના ૯ પ્રશ્નો અને તાકીદની જાહેર બાબતો સંદર્ભે ૨ નોટીસ પર ચર્ચા-વિચારણાઃ કોરોનાકાળમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કોરોના વોરિયર્સને પ્રોત્સાહીત કરવા સરકારી સંકલ્પઃ શ્રેષ્ઠ જનપ્રતિનિધીને સન્માનીત કરવા વિધાનસભામાં છેલ્લા બે વર્ષમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા ધારાસભ્યોનું ઍવોર્ડથી સન્માનઃ ૨૦૧૯માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવા, ૨૦૨૦માં શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની પસંદગીઃ છેલ્લા દિવસે ઔદ્યોગિક ક્ષેત્રે રોજગારીનું વધુ સર્જન થાય તે માટે નવી ઉદ્યોગનીતિનો પ્રસ્તાવ રજૂ થયો access_time 5:23 pm IST

કોરોના સામે આજે રાજ્યમાં આંશિક રાહત - સાજા થવાનો દર ૮૪.૯૦ % થયો : છેલ્લા ચોવીસ કલાકમાં રેકર્ડબ્રેક ૧૪૧૯ લોકો સાજા થવાની સામે નવા પોઝીટીવ કેસ ૧૪૧૭ નોંધાયા : કુલ પોઝીટીવ કેસનો આંકડો વધીને ૧,૩૧,૮૦૮ થયો : આજે વધુ 13 લોકોના દુખદ અવસાન : રાજ્યનો કુલ મૃત્યુઆંક ૩૪૦૯ એ પહોચ્યો : અત્યાર સુધીમાં કુલ ૧,૧૧,૯૦૯ લોકોએ કોરોનાને માત આપી : રોજેરોજ રાજ્યના તંત્ર અને શહેરોના લોકલ તંત્રના આંકડાઓમાં તફાવત આજે પણ યથાવત: આજે પણ સુરત જિલ્લામાં સૌથી વધુ 297 કેસ, અમદાવાદમાં 195 કેસ, ગાંધીનગરમાં 31 કેસ, વડોદરામાં 136 કેસ, રાજકોટમાં 168 કેસ, જામનગરમાં 110 કેસ, જૂનાગઢમાં 36 કેસ, મોરબીમાં 22 કેસ, ભાવનગરમાં 33 કેસ, પંચમહાલમાં 25 કેસ, કચ્છમાં 42 કેસ, મહેસાણામાં 48 કેસ નોંધાયા : સંપૂર્ણ સૂચિ જોવા માટે અહી ક્લિક કરો.. access_time 7:46 pm IST