Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કોરોનાથી મૃત્યુ પામેલા ભૂતપૂર્વ મેયરને ગામ લોકોએ ફરીથી મેયર તરીકે ચૂંટ્યા

પૂર્વ યુરોપના રોમાનિયામાં ગામના સરપંચ જેવા હોદ્દા પર બિરાજતી વ્યકિતને મેયર તરીકે ઓળખવામાં આવે છે

લંડન તા. ૧૦ : શહેર, પરગણા, ઉપનગર, કાઉન્ટી, કન્ટ્રીસાઇડ કે ગામના મુખિયાને વિશ્વમાં જુદા-જુદા નામો અપાયા છે અને સ્થાનિક કાયદા અને બંધારણો મુજબ અધિકારો પણ અલગ-અલગ પ્રકારે અપાયા છે. પશ્ચિમ યુરોપ અને અમેરિકામાં મેયરની નિયુકિતની પદ્ઘતિ અને તેને જે પ્રકારની સત્તાઓ અપાઈ હોય છે એના કરતાં ભારતમાં અને પૂર્વ યુરોપમાં ઘણો તફાવત છે. પૂર્વ યુરોપના રોમાનિયામાં ગામના સરપંચ જેવા હોદ્દા પર બિરાજતી વ્યકિતને મેયર તરીકે ઓળખવામાં આવે છે. રોમાનિયાના દેવેસેલુ ગામના એક મેયર ખૂબ લોકલાડીલા હતા. તેઓ તાજેતરમાં કોરોના ઇન્ફેકશનને કારણે મૃત્યુ પામ્યા હતા, પરંતુ આખા ગામના લોકો સાથે ભાવનાત્મક સંબંધે જોડાયેલા આયન અલીમેન નામના એ મહાનુભાવને ગામના લોકોએ ફરી મેયરના હોદ્દા પર ચૂંટ્યા હતા. મૃત્યુ પામેલી વ્યકિતને લાગણીના સંબંધોને કારણે ફરી નેતા તરીકે ચૂંટવાની એ કદાચ પ્રથમ ઘટના હતી.

(10:26 am IST)