Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

આ યુવકને યુવતીને પ્રપોઝ કરવા જવું ભારે પડ્યું: બોટ ચાલુ થઇ જતા મહિલાના વર્તનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

 નવી દિલ્હી: એક યુવક યુવતીને પ્રપોઝ કરવા માટે બોટ પર ચડ્યો, બરાબર આ જ સમયે કંઈક એવુ થયુ કે, જેને જોઈ લોકો હૈરાન થઈ ગયા હતા, આ મેરેજ પ્રપોઝલ એક દમ બૈકાર ગયુ હતું. આ શખ્સ જેવો પ્રપોઝ કરવા માટે બોટ પર ઉભી રહેલી મહિલા પાસે જાય છે.આ સમયે તે જેવો પ્રપોઝ કરે છે કે તે જ સમયે બોટ ચાલુ જતા મહિલા પડી જાય છે, જેના કારણે આ શખ્સના થોબડા પર મહિલાની લાત વાગી જાય છે અને બોટ આગળ નિકળી જાય છે. આ ફની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

          આ વીડિયોમાં આપ જોઈ શકો છો, એક શખ્સ બોટ પર ચડે છે અને સામે અન્ય એક બોટમાં ઉભેલી મહિલા તેની રાહ જોઈ રહી છે. આ બંને બોટના કિનારા પર ઉભા છે અને પ્રેમભર્યુ દ્રશ્ય સર્જાય છે. શખ્સ ખિસ્સામાંથી અંગૂઠી કાઢી મહિલાને આપે છે. તે લગ્ન માટે પૂછે છે મહિલાના ચહેરા પર મુસ્કાન આવી જાય છે. અને તે હા કહે છે. બાદમાં બંને એકબીજાના ગળે મળે છે.

(6:21 pm IST)