Gujarati News

Gujarati News

News of Thursday, 1st October 2020

કેનેડિયન કંપનીએ બનાવ્યું એક ગેમ ચેંજિંગ ડિવાઇસ

નવી દિલ્હી: કોરોના વાયરસ કોઈ જગ્યાએ હવામાં હાજર છે કે નહીં? આગામી દિવસોમાં તે શોધવાનું સરળ થઈ શકે છે. કેનેડિયન કંપનીએ દાવો કર્યો છે કે તેણે એક ગેમ ચેન્જિંગ ડિવાઇસ બનાવ્યું છે જે હવામાં કોરોના વાયરસ શોધી શકે છે.કંટ્રોલ એનર્જી કોર્પ (Kontrol Energy Corp) નામની કંપની ઇનડોર એર ક્વોલિટી અને મોનિટરિંગ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ પહેલાથી જ કરતી આવી છે. કોરોના મહામારી શરૂ થયા બાદ કંપનીએ કોરોના વાયરસની ઓળખ કરતી ડિવાઇસ તૈયાર કરવાનું કામ શરૂ કર્યુ હતું.

               કંપનીએ કેનેડાના ઓન્ટરિયોની બે લેબ્સમાં કોરોના વાયરસ ઉપર રિસર્ચ કર્યા બાદ બાયોક્લાઉડ (BioCloud) નામથી એક ડિવાઇસ તૈયાર કર્યુ. આ ડિવાઇસ હેન્ડ ડ્રાયર જેવુ દેખાય છે પરંતુ તે હવા અંદર તરફ ખેંચે છે અને પછી તે હવાનું વિશ્લેષણ કરીને તપાસ કરે છે.

(6:24 pm IST)