Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઈરાને પરમાણુ નિરીક્ષણ પર રોક લગાવવા બિલને મંજૂરી આપી

નવી દિલ્હી:ઈરાનની સંસદે આજરોજ એક બિલને મંજૂરી આપી દીધી છે જેમાં તેમના પરમાણુ સયંત્રોના સંયુક્ત રાષ્ટ્ર દ્વારા નિરીક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પણ કહેવામાં આવ્યું છે કે 2015ના પરમાણુ સમજોતાના હસ્તાક્ષર કરનાર યુરોપીય દેશના જો તેલ સંબંધી પાબંધીઓ થી રાહત નથી મળતી તો સરકાર યુરેનિયમ સંવર્ધન વધારી દેશે.

               વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  બિલના કાનૂન બનાવ પહેલા હજુ સુધી કોઈ પણ અન્ય કોઈ પણ સ્તરથી પસાર થવાનું રહેશે। સરકારી આઇઆરએનએ સમાચાર એજન્સીએ જણાવ્યું છે કે 290 સભ્યોના સદનમા 251 સભ્યોએ બિલના પક્ષમાં મતદાન કર્યું છે  ઘણા લોકોએ અમેરિકા મુર્દાબાદ અને ઇઝરાયલ મુર્દાબાદ જેવા નારા લગાવવાના શરૂ કર્યા હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:15 pm IST)