Gujarati News

Gujarati News

News of Tuesday, 2nd March 2021

ચીને ડેપસાંગ વિસ્તારમાં બાંધકામ શરૂ કર્યું હોવાની માહિતી

નવી દિલ્હી: પૂર્વી લદ્દાખના પેંગોગ લેક વિસ્તારમાં ભારત અને ચીન વચ્ચે ડિસએંગેજમેંટ પર સહમતિ સધાઈ ગઈ છે. સહમતિ અનુંસાર ટકરાવ ધરાવતા વિસ્તારોમાંથી બંને દેશોના સૈન્ય પીછેહટ કરતા જોવા મળ્યા હતા. હવે કેટલીક સેટેલાઈટ ઈમેજ સામે આવી છે જેમાં ચીનની મેલિમુરાદ ફરી એકવાર દુનિયાની સામે આવી છે. ચીન ડેપસાંગ વિસ્તારમાં બાંધકામ કરવા લાગ્યું છે. સિંથટિક એપર્ચર રડાર સ્થાનીક ચીની પોસ્ટની નાઈટ ઈમજ ઝડપી છે.

          ઈમેજમાં લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલપાસે તૈયાર કરવામાં આવીલી ચીની બાંધકામની ઝલક જોવા મળી છે. લદાખમાં દુનિયાની સૌથી ઉંચી એએલજી એટલે કે એડવાંસ લેંડિંગ ગ્રાઉંડ દોલત બેગ ઓલ્ડી એટલે કે ડીબીઓથી 24 કિલોમીટર દૂર એક ચીની પોસ્ટ છે. પોસ્ટ એક્સાઈઝ ચીન વિસ્તારમાં આવે છે. 1962ના યુદ્ધ બાદ પોસ્ટ હતી. પરંતુ ગત કેટલાક વર્ષોમાં અહીં કંઈક નવુ અપગ્રેડ થયું છે. ચીનની હરકતોની ઈમેજમાં જાણવા મળ્યું છે કે, તેની મુખ્ય ઈમારતની નજીક કેટલાક અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યા છે. ઉપરાંત કેમ્પ, ગાડીઓ અને ફેસિંગ પણ કરવામાં આવી છે. બાંધકામ ઓગષ્ટ 2020થી થઈ રહ્યું હતું. એડવાંસ લેંડિંગ ગ્રાઉંડ ડીબીઓ, ડેપસાંગથી માત્ર 30 કિલોમીટર દૂર છે. જેના કારણે ભારતનો વિસ્તારમાં ચીન પર હાથ ઉપર રહ્યો છે. જેથી ચીન માટે વિસ્તારનું ખુબ મહત્વ છે. કારણ કે તેની નજીકથી ચીનનો જી-219 હાઈવે પસાર થાય છે જે તિબ્બેતને શિનજિયાંગ પ્રાંત સાથે જોડે છે.

(5:34 pm IST)