Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ફ્રાન્સનો અલેન રોબર્ટ નામનો રોડ ક્લાઈમ્બર ફરીથી કામે ચડ્યો હોવાની માહિતી

નવી દિલ્હી: ફ્રાન્સનો અલેન રોબર્ટ નામનો રોડ કલાઈમ્બર કોઈ પણ પ્રકારના સપોર્ટ વગર ઉંચી બિલ્ડીંગો સર કરવા માટે જાણીતો છે તેની આ સાહસવૃતિથી તેને 'સ્પાઈડરમેન'નાં નામે ઓળખવામાં આવે છે. હાલમાં કોરોનાને લીધે અનેક પ્રવૃતિની સાથે અલેનની આ સાહસ વૃતિ પણ બંધ રહી હતી. હવે લોકડાઉન હળવું થતાં તેણે પણ હવે પોતાની સાહસવૃતિ ફરી શરૂ કરી છે. તાજેતરમાં જ તેણે જર્મનીના કેન્કફર્ટમાં આવેલાં ડચ બેન ટાવરને સર કર્યો હતો.

(5:53 pm IST)
  • હાથરસ કાંડ : ભાજપના વરિષ્ઠ નેતા ઉમાભારતીની યોગી આદિત્યનાથને અપીલ : નેતાઓ અને મીડિયાને પીડિતાના ઘેર જવા દયો : તમારી અને બીજેપીની છબી ખરાબ થઇ છે : હું કોરોના સંક્રમિત હોવાથી લાચાર છું : સાજી થયા પછી સૌપહેલાં પીડિતાના ઘેર જઈશ : આપણે હજુ થોડા દિવસ પહેલા જ અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કરી રામરાજ્ય લાવવાની વાતો કરી : બીજીબાજુ દલિત યુવતી ઉપર ગેંગ રેપ પછી પોલીસની કાર્યવાહી શંકાજનક : કેન્દ્રીય મંત્રી સાધ્વી નિરંજન જ્યોતિએ પણ યુ.પી.પોલીસની શંકાશીલ કાર્યવાહી વિરુદ્ધ સવાલ ઉઠાવ્યા access_time 8:11 pm IST

  • તમે માલિક નહીં પણ પ્રજાના સેવક છો : હિંદુઓ રાત્રે સ્ત્રીનો અગ્નિ સંસ્કાર નથી કરતા : પરિવારજનોને પીડિતાના અંતિમ દર્શન પણ ન કરવા દીધા : ઉત્તર પ્રદેશની ભાજપ સરકાર સામે કેજરીવાલના વાક્બાણ access_time 7:29 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :મૃત્યુઆંક 1 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12 વાગ્યા સુધીમાં નવા 79,705 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 64,71,665 થઇ :હાલમાં 9,44,967 એક્ટિવ કેસ :વધુ 78,248 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 54,24,901 રિકવર થયા :વધુ 1069 દર્દીઓના મોત સાથે મૃત્યુઆંક 1,00,873 થયો access_time 12:42 am IST