Gujarati News

Gujarati News

News of Friday, 2nd October 2020

ચીનમાં સ્થાપના દિવસની ઉજવણી કરતા અસંખ્ય લોકો કોરોનાને ભૂલી વિવિધ કાર્યક્રમોમાં જોડાયા

નવી દિલ્હી: ચીનનો સૃથાપના દિવસ ઉજવાયો હતો. કોરોના પછી ચીનમાં પહેલી વખત મોટા તહેવારની ઉજવણી થઈ હતી. લાખો લોકો આ સેલિબ્રેશનમાં જોડાયા હતા અને કોરોના મહામારી ભૂલીને લોકોએ ઉજવણી કરી હતી. દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. એક પ્રાંતમાંથી બીજા પ્રાંતમાં અસંખ્ય લોકોએ કોરોનાના ભય વચ્ચે મુસાફરી કરી હતી.

              ચીનની સત્તાધારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાનો સૃથાપના દિવસ ઉજવાયો હતો. આ ઉજવણીના ભાગરૂપે ચીનમાં આઠ દિવસની જાહેર રજા હોય છે. લોકોએ એ જાહેર રજાઓમાં સેલિબ્રેશન શરૂ કર્યું છે. કોરોનાના ભય વચ્ચે ચીનમાં પહેલી વખત રાષ્ટ્રીય તહેવારની ઉજવણી થઈ હતી.

(5:56 pm IST)