Gujarati News

Gujarati News

News of Thursday, 3rd September 2020

મેક્સિકોમાં જુલુસ દરમ્યાન ગોળીબારીની ઘટનામાં 8ના મૃત્યુ

નવી દિલ્હી:મેક્સિકોના કેનાવાર્ક શહેરમાં એક શોક સંબંધી જુલૂસમા હાજર થયેલ લોકો પર હુમલાખોર દ્વારા ગોળીબારી કરવામાં   આવતા દુર્ઘટનામાં 8 લોકોના મૃત્યુ નિપજ્યા છે તેમજ 14 અન્ય લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે.

        સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ઘટનાને જોનાર શખ્સે કહ્યું છે કે હુમલાખોરોએ શહેરના એટૉનિયોના બેરોનના પડોશી રાજ્યમાં જુલૂસમાં એકઠા થયેલ લોકો પર ગોળીબારી કરવામાં આવી હતી. ઘાયલ લોકોમાં ત્રણ મહિલા સહીત બે બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. 

(6:20 pm IST)