Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

મેક્સિકોના વૈજ્ઞાનિકોએ વિશાળકાય ડાયનાસોરના અંતની વાતની કરી શોધ

નવી દિલ્હી: લાખો વર્ષો પહેલા પૃથ્વી પર શાસન કરનાર વિશાળકાય ડાયનાસોરનો અંત કેવી રીતે થયો? વૈજ્ઞાનિકો આ સવાલના મૂળ સુધી પહોંચી ચૂક્યા છે. હાલમાં જ મેક્સિકોના અખાતમાં વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરી રહ્યા હતા. આ રિસર્ચ દરમિયાન તેમને એક ક્રેટર મળી આવ્યો. આ ક્રેટરમાંથી મળી આવેલી એસ્ટરોઇડની ધૂળ પરથી ખબર પડી કે એક વિશાળકાય અંતરિક્ષના ખડકે 6.6 કરોડ વર્ષ પહેલા ડાયનાસોર અને ધરતી પરનાં 75 ટકા જીવનનો નાશ કર્યો હતો.

બ્રુસેલ્સની બ્રિજ યુનિવર્સિટીના ભૂ-રસાયણશાસ્ત્રના પ્રોફેસર સ્ટીવન ડેવિસ કહે છે કે ક્રેટરની ધૂળનો અભ્યાસ કરવાથી જાણવા મળ્યું છે કે કરોડો વર્ષો પહેલા એક શહેર જેટલુ વિશાળ કદ ધરાવતો એસ્ટરોઇડ પૃથ્વી સાથે ટકરાવવાના કારણે ડાયનાસોરનો અંત આવ્યો.

              સંશોધનકારોના મતે, આ ધૂળ મળવાની સાથે જ ડાયનાસોરના અંત સાથે ચાલતી આવતી તમામ અટકળોનો પણ અંત આવી ગયો છે. આ સંશોધન સાથે સંકળાયેલા પ્રોફેસર સ્ટીવન ગોડેરીસે કહ્યું હતું કે 'આ ચક્ર હવે આખરે સમાપ્ત થઈ ગયું છે. 150 કિલોમીટરની આસપાસના વિસ્તારમાં ક્રેટરના નમૂના એકત્રિત કરવાની શરૂઆત વર્ષ 2016ની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ટીમે શરૂ કરી હતી.

 

(4:50 pm IST)