Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

ન્યુઝીલેંડમાં આ છોડના વેચાયાની કિંમત જાણીને ઉડી જશે સહુ કોઈના હોશ

નવી દિલ્હી: જો તમારી પાસે હાલમાં ચાર લાખ રૂપિયો છે તો તમે શું કરશો? તમે નવી કાર લઈ શકો છો, જ્વેલર્સ ખીદી શકો છો અથવા આટલા રૂપિયામાં વિદેશ પ્રવાસ કરી શકો છો. જોકે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોઈ ચાર લાખ રૂપિયામાં માત્ર ચાર પાંદડાવાળો એક નાનો છોડ પણ ખરીદી શકો છો. ન્યૂઝીલેન્ડમાં દુર્લભ પીળા પાનવાળો એક છોડની કિંમત 4 લાખ રૂપિયા છે.

      વિશ્વમાં ઘણી ઓછી જગ્યાએ મળી આવતો આ છોડ રફિડોફોરા ટેટ્રાસ્પર્મા (Rhaphidophora Tetrasperma) છે, જેને ફિલોડેંડ્રોન મિનિમા (Philodendron Minima) તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની ખાસ વાત એ છે કે ચાર પાનમાં દરેકનો રંગ પીળામાં પરિવર્તિત થાય છે.

(7:50 pm IST)