Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

આ ટાપુ પરના લોકોની આંખો હોય છે ઇલેકટ્રીક બ્લુ રંગની

જયારે ત્વચાનો ટોન ઊજળો હોય ત્યારે આંખની કીકીનો રંગ પણ કાળો અથવા તો ઘેરો હોય છે. ઈન્ડોનેશિયામાં ઘઉંવર્ણથી ઘેરી ત્વચા ધરાવનારા લોકો હોવાથી અહીં માંજરી કે ભૂરા રંગની આંખો ભાગ્યે જ જોવા મળે છે. મોટા ભાગના લોકોના વાળ અને આંખોનો રંગ ઘેરો કાળો હોય છે, પરંતુ સુલાવેસી પ્રાંતના બટન આઇલેન્ડ પર વસતી ખાસ આદિવાસી ટ્રાઇબના લોકોની આંખોની કીકીનો રંગ ઇલેકિટ્રક બ્લુ એટલે કે વીજળીના ચમકારા જેવો ભૂરો હોય છે. સામાન્ય રીતે આવો રંગ વાર્ડનબર્ગ સિન્ડ્રમને કારણે જોવા મળે છે, જે ચોક્કસ પ્રકારની જેનેટિક કન્ડિશનને કારણે ઉદભવે છે. ૪૨,૦૦૦માં એકાદ જણને આ સિન્ડોમ થાય છે. એ સિન્ઝોમને કારણે આંખોનો રંગ ઇલેકિટ્રક બ્લુ હોય છે. આ સિન્ડ્રોમને કારણે વ્યકિતને સાંભળવામાં તકલીફની વ્યાધિ પણ રહે છે. સુલાવસી પ્રાંતના બટન આઇલેન્ડની બટન જાતિના લોકોમાં જિનેટિકલી જ ગરબડ હોવાથી લગભગ મોટા ભાગના લોકોમાં આ વિશેષતા જોવા મળે છે.

(2:50 pm IST)