Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

લગ્ન કરવા યુવક બન્યો નકલી અધીકારી ઘર બહાર નેમ પ્લેટ પણ લગાડીઃ ફરિયાદ

બુહાના : લગ્ન માટે એક યુવક  નકલી અધિકારી બનીને વધુ પક્ષ વાળા આરામથી વિશ્વાસ કહે તે માટે ઘરની બહાર નેમ પ્લેટ પણ લગાડી દીધી હતી. દુલ્હન પક્ષને નકલી પે સ્લીપ પણ દેખાડી હતી.

જયારે હકિકત સામે આવી ત્યારે યુવક વિરૂધ્ધ ફરિયાદ નોંધાયેલ મામલાની વિગત એવી છે કે ભાલોક ગામના રહેવાસી રવિકુમાર પોતાને સેેન્ટ્રલ ઓદ્યોગીક સુરક્ષા બળના સહાયક ઉપ નિરીક્ષક પદે કાર્યરત હોવાનું કહી ભિર ગામની યુવતી અનેશ સાથે લગ્ન કરેલ. લાંબા સમય સુધી રવિ ડયુટી ઉપર ન જતા અનેશને શંકા ગઇ  અને તપાસ કરાવતા ભાંડો ફૂટી ગયો હતો.

હકીકત સામે આવ્યા બાદ અનેશ અને તેના પરિવાર ઉપર જાણે આભ તુટી પડેલ તેના પરિવારે રવિકુમાર, રામફલ અને સુનીતા વિરૂધ્ધ છેતરપીંડીનો કેસ નોંધાવ્યો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.

(2:43 pm IST)