Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ચીની હેકરોએ સમગ્ર અમેરિકામાં ઓછામાં ઓછા 30 હજાર સંગઠનોને નિશાન બનાવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: સોલરવિન્ડ્સ પછીના અન્ય મોટા સાયબર એટેકમાં, ચીની હેકરોએ સમગ્ર અમેરિકામાં ઓછામાં ઓછા 30,000 સંગઠનોને નિશાન બનાવ્યા છે. આ સંસ્થાઓમાં સરકારી અને વ્યાપારી કંપનીઓનો પણ સમાવેશ થાય છે. હેકરોએ આ કંપનીઓના નેટવર્કને તોડવા માટે માઇક્રોસોફ્ટ એક્સચેન્જ સર્વર સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. 'ક્રેબ્સઓનસિક્યુરિટી' અનુસાર, ચાઇના સ્થિત જાસૂસી જૂથે માઇક્રોસોફ્ટ એક્સ્ચેન્જ સર્વર ઇમેઇલ સોફ્ટવેરમાં ચાર નબળાઇઓનો લાભ લીધો હતો.

             આ નબળાઈઓને લીધે, હેકરોએ તે કંપનીઓના ઇમેઇલ એકાઉન્ટ્સ પર પ્રવેશ મેળવ્યો અને તેઓ મેંલવેર સ્થાપિત કરવામાં પણ સફળ રહ્યા. જોકે માઇક્રોસોફ્ટે ચાઇના સ્થિત હેકરો વિશે જણાવ્યું હતું, પરંતુ હજારો સંગઠનોને કયા ધોરણે લક્ષ્‍યાંકિત કરવામાં આવ્યા હતા તે જાહેર કર્યું નથી. આ સાયબર એટેક અંગે યુ.એસ.ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોને માહિતી આપતા બે સાયબર સિક્યુરિટી નિષ્ણાતોએ ક્રેબ્સઓનસ્યોરિટીને જણાવ્યું હતું કે, ચીની હેકિંગ ગ્રૂપે વિશ્વભરમાં હજારો માઇક્રોસો.ફ્ટ એક્સચેન્જ સર્વરોનું નિયંત્રણ લઈ લીધું છે.

(5:32 pm IST)