Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સર્વેક્ષણ મુજબ વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોના ચેપથી ગ્રસ્ત થઇ શકે છે

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)પોતાના એક નિરીક્ષણમાં જણાવ્યું હતું કે વિશ્વની દરેક દસમી વ્યક્તિ કોરોનાના ચેપથી ગ્રસ્ત થઇ શકે છે. એનો અર્થ એવો થયો કે હાલ કોરોનાના જેટલા દર્દીઓ છે એના કરતાં વીસ ગણા લોકો કોરોનાના દર્દી થઇ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના ઇમર્જન્સી પ્રોગ્રામના વડા ડૉક્ટર માઇકલ રિયાને કહ્યું કે આંકડા ગ્રામ વિસ્તારો અને શહેરી વિસ્તારોના અલગ અલગ હોઇ શકે છે. જો કે એક વાત સ્પષ્ટ છે કે સમગ્ર દુનિયા વાઇરસની ઝપટમાં આવી ચૂકી હતી. ભવિષ્યમાં પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.

(5:27 pm IST)