Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પાકિસ્તાનમાં ઘઉંની કિંમતે રેકોર્ડ તોડ્યો: સતત ભાવ આસમાને પહોંચતા લોકોને હાલાકી

નવી દિલ્હી: પાકિસ્તાનમાં ઘઉંની કિંમતે રેકોર્ડ તોડી નાખ્યો છે. ઈતિહાસમાં પહેલી વખત ઘઉંનો ભાવ સાતમા આસમાને પહોંચી ગયો છે. અત્યારે પાકિસ્તાનમાં 40 કિલો ઘઉંની ગુણી 2400 રૂપિયે મળતી હોવાથી લોકો માટે ઘઉં ખાવા દુષ્કર બની ગયા છે. સાથે દેશની સરકાર મોંઘવારી કાબૂમાં કરવામાં નિષ્ફળ નિવડતાં લોકોનો રોષ ચરમસીમાએ છે. પાછલા ડિસેમ્બરમાં દેશની સ્થિતિ અત્યંત ખરાબ દેખાવા લાગી હતી જ્યારે ઘઉંની કિંમત 2000 રૂપિયા પ્રતિ 40 કિલો ઉપર પહોંચી ગઈ હતી. વર્ષે ઓક્ટોબરમાં તે રેકોર્ડ તૂટી ગયો છે.

                ઓલ પાકિસ્તાન ફ્લોર એસોસિએશને માગ કરી છે કે દેશ અને રાજ્યની સરકારો ઘઉંના ખરીદભાવનું એલાન ઝડપથી કરે કેમ કે સિંઘમાં કાપણીની સીઝન શરૂ થઈ ચૂકી છે અને પંજાબમાં આગલાં મહિને તે શરૂ થઈ જશે. બીજી બાજુ ખેડૂતોએ માગ કરી છે કે સર્ટિફાઈડ બીજની કિંમતોની જાહેરાત કરવામાં આવે અને આગલા 24 કલાકમાં 50 કિલો બેગની કિંમત પણ જાહેર કરવી જરૂરી છે.

(6:19 pm IST)