Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ક્રિસમસના નવા વર્ષમાં અપલને થયો એપ સ્ટોરમાં 1.8અબજ ડોલરનો બિઝનેસ

નવી દિલ્હી: નેશનલ હોલિડે વીક દરમિયાન એપલ એપ સ્ટોરમાં 1.8 અબજ ડોલરનો બિઝનેસ થયો હતો. એપલ એપ સ્ટોરમાંથી યુઝર્સે સૌથી વધુ ગેમિંગ એપ્સ ખરીદી હતી. નવા વર્ષના દિવસે જ 54 કરોડ ડોલર જેટલી રકમ એપલ એપ સ્ટોરમાં એપ ખરીદવા પાછળ સ્પેન્ડ થઈ હતી.

         એપલમાંથી સૌથી વધુ વીડિયો કોલિંગ એપ્સ વર્ષભર ડાઉનલોડ થઈ હતી. ક્રિસમસ પહેલાં અને નવા વર્ષે એપલ એપ સ્ટોરમાંથી યુઝર્સે ગેમિંગ્સ એપ્સ સૌથી વધુ ડાઉનલોડ કરી હતી અને તેની પાછળ સૌથી વધુ રકમ ખર્ચ કરી હતી. એપલ એપ સ્ટોરમાં એક જ દિવસમાં સૌથી વધુ 54 કરોડ ડોલરનો બિઝનેસ મળ્યો હોય એ નવો રેકોર્ડ પણ નવા વર્ષના દિવસે બન્યો હતો. જોકે, કંપનીએ કઈ કઈ એપ્સ પાછળ કેટલા ડોલર ખર્ચાયા તે બાબતે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

(6:30 pm IST)