Gujarati News

Gujarati News

News of Monday, 8th March 2021

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓએ સુરક્ષાબળોના વાહન પર કર્યો હુમલો

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત બલુચિસ્તાન પ્રાંતના તટીય જિલ્લા ગ્વાદરમાં અજાણ્યા બંદૂકધારીઓએ એક સુરક્ષાબળોના વાહન પર હુમલો કરતા સેનાના બે કર્મીઓ મોતને ભેટ્યા છે તેમજ એકને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. પાકિસ્તાનની નૌસેનાએ આ વાહનને એ સમયે નિશાન બનાવ્યું હતું જયારે અંધાધુંધ ગોળીબારી થઇ રહી હતી. આ હુમલામાં મૃત્યુ પામેલ નૌસૈનિકોની ઓળખ કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

(5:50 pm IST)