Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

દરિયો પણ પ્રદૂષિત : સમુદ્રના તળિયામાં ૧.૪ કરોડ ટન માઇક્રો-પ્લાસ્ટીક પડેલુ છે

દર વર્ષે મહાસાગરોમાં મોટા પાયે કચરો ઠલવાય છે : અભ્યાસ

સીડની,તા. ૮: સમુદ્રના જીવોને પ્લાસ્ટિકથી બચાવવા માટે દુનિયાના બધા સંગઠનો કાર્યરત છે. પણ સમુદ્રમાં કચરો ઓછો થવાનું નામ જ નથી લેતો આ બાબતે હાલમાં થયેલ એક અભ્યાસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં કહેવાયું છે કે સમુદ્રના તળિયે લગભગ ૧.૪ કરોડ ટન માઇક્રો-પ્લાસ્ટીક જમા થયેલુ છે. ઓસ્ટ્રેલીયાની રાષ્ટ્રીય વિજ્ઞાન એજન્સી અનુસાર દુનિયાનું સમુદ્રતળ અંદાજીત ૧૪ મીલીયન (૧.૪ કરોડ) ટન માઇક્રો પ્લાસ્ટીકથી ઢંકાયેલ છે. દર વર્ષે મહાસાગરોમાં મોટા પ્રમાણમાં કચરો આવે છે. અભ્યાસમાં જણાવાયું છે કે સમુદ્રમાં ઉપસ્થિત નાના પ્રદુષકોની માત્ર ગયા વર્ષે કરાયેલ એક સ્થાનીક અભ્યાસની સરખામણીમાં ૨૫ ગણુ છે. સીએસઆઇઆરઓ નામની એજન્સીના રીસર્ચરોએ દક્ષિણ ઓસ્ટ્રેલીયાના સમુદ્રમાં ૩૦૦૦ મીટર (૯૮૫૦ ફુટ) ઉંડે સુધી જઇને નમુનાઓ એકઠા કર્યા હતા. આના માટે તેમણે રોબોટીક સબમરીનનો ઉપયોગ કર્યો હતો. એજન્સીએ આને સી ફલોર માઇક્રો પ્લાસ્ટીકનું પહેલુ વૈશ્વિક અનુમાન ગણાવ્યું છે.

(3:01 pm IST)