Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

નોર્થ કોરિયાના સરમુખ્ત્યારે વિશ્વના અનેક દેશોને આપી આ ધમકી

નવી દિલ્હી: નોર્થ કોરિયાના સરમુખત્યાર કીમ જોંગે કહ્યું હતું કે પાશ્ચાત્ય દેશો અમારી સાથેનું વર્તન બદલશે નહીં તો અમારે અણુશસ્ત્રો વાપરવા પડશે. તેમણે અમેરિકાને નોર્થ કોરિયાનું સૌથી મોટું દુશ્મન ગણાવ્યું હતું. સ્ટેટ મિડિયાના રિપોર્ટ મુજબ કીમ જોંગે કહ્યું કે અમેરિકા પોતાનું વલણ બદલે છે કે નહીં એના પર એની સાથેના નોર્થ કોરિયાના સંબંધનો આધાર છે. અમારી સાથેના સંબંધોમાં અમેરિકા પોતાનું હાલનું વલણ નહીં બદલે તો અમે અણુશસ્ત્ર વાપરતાં અચકાશું નહીં એવી ધમકી તેણે ઉચ્ચારી હતી.

કીમ જોંગે અમેરિકામાં બદલાનારા પ્રમુખ અને વહીવટી તંત્રનું નામ લીધા વિના કહ્યું કે હવે અમેરિકાએ જાતે નક્કી કરવાનું છે કે એ અમારી સાથે કેવા સંબંધો રાખવા માગે છે. અમે અમારા વલણમાં સ્પષ્ટ છીએ. કોઇ પણ સંબંધ એકપક્ષી હોઇ શકે નહીં. બંને તરફથી સરખાં પગલાં લેવાવાં જોઇએ. જોંગનાં વિધાનો એક પ્રકારની ધમકી જેવાં હતાં.

(4:35 pm IST)