Gujarati News

Gujarati News

News of Saturday, 9th January 2021

કોરોના વાયરસના કારણોસર ટોક્યોમાં એક વર્ષ માટે ઇમર્જન્સી લગાવી દેવામાં આવતા ઓલમ્પિક પર મુસીબત સર્જાઈ

નવી દિલ્હી: કોરોના વાઈરસ (Corona virus)ને લઈને એક વર્ષ માટે મોકૂફ કરવામાં આવેલા ટોક્યો ઓલમ્પિક (Tokyo Olympics) પર ફરી એકવાર કોરોનાની આફત મંડરાઈ છે. ટોક્યોમાં હાલમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઝડપથી વધવા લાગ્યુ છે. જેને લઈને જાપાન (Japan)ના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા (PM Yoshihide Suga)એ આપાતકાળ (Emergency) એલાન કરી દીધો છે. ટોક્યો ઓલમ્પિકના છ મહિના પહેલા જ લગાવવામાં આવેલા આપાતકાળને લઈને ટોકિયો ઓલમ્પિકના આયોજન પર ફરી એકવાર સંભાવનાઓ પર સવાલો ઉભા કર્યા છે. ટોકિયોમાં આ વર્ષે 23 જુલાઈથી ઓલમ્પિક રમતોનું આયોજન શરુ થનારુ છે. જે ઓગષ્ટ 8 સુધી ચાલનાર છે.

હાલમાં મળતી તાજા જાણકારી મુજબ ટોક્યોમાં ગુરુવાર 7 જાન્યુઆરીએ કોરોનાના રેકોર્ડબ્રેક કેસો સામે આવ્યા છે. દેશની રાજધાનીમાં તાજેતરના દિવસોમાં 1,500થી વધુ કેસ પ્રતિદીનના ધોરણે આવી રહ્યા છે. જોકે ગુરુવારે 2,447 નવા કેસ સામે આવ્યા છે. જે ગત વર્ષે કોરોના મહામારીની શરુઆત બાદ એક દિવસના સૌથી વધુ કેસ નોંધાયા છે. જેને લઈને જાપાનના પ્રધાનમંત્રી યોશિહિદે સુગા દ્વારા ટોક્યો સહિત 4 શહેરોમાં આપાતકાળનું એલાન જાહેર કરવામાં આવ્યુ છે. જે એક મહિના સુધી જારી રહેશે. એટલે કે આગામી માસની 7મી ફેબ્રુઆરી માસ સુધી અમલમાં રહેશે. આમ તો આ પ્રકારની સ્થિતી ગત વર્ષે એપ્રિલમાં લગાવવામાં આવી હતી, જોકે તે હાલમાં તેટલુ સખ્ત નહીં હોય.

(4:36 pm IST)