Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

સતત ૧૦૦ દિવસ માટે કેએફસીનું મીલ ખાવાની પ્રતિજ્ઞા લીધી છે આ ભાઇએ

સીડની,તા. ૯: ઓસ્ટ્રેલિયામાં રહેતા સીમસ મર્ફી નામના ભાઈ જન્ક-ફૂડની ચેઈન રેસ્ટોરાં કેએફસીનો જબરો ચસકો છે. તેણે રોજ આ રેસ્ટોરાંમાં મળતું ઝિંગર બોકસ ખાવાનું નક્કી કર્યું છે અને પોતાના એ ઇટિંગ સેશનને સોશ્યલ મીડિયામાં લાઇવ પણબતાવે છે. આ બોકસમાં ચાર-પાંચ વાનગીઓનું કોમ્બિનેશન અને સાથે સોફ્ટ ડ્રિન્કસ હોય છે. અત્યાર સુધીમાં ઓલરેડી ૪૫ દિવસ તો તેણે આ રુટિન ફોલો કરી લીધું છે અને તેને લાગે છે કે સો દિવસ સુધી આ જ ખાવાનું ખાવામાં તેને કોઈ તકલીફ નથી પડવાની. જો સળંગ તે ૧૦૦ દિવસ આ ફૂડ ખાશે તો ટોટલ ૪,૮૬,૫૦૦ કેલરી પેટમાં નાખશે.

આ પ્રયોગ શરૂ કર્યાને પાંચ દિવસ થયા એમાં જ તેનું વજન વધી ગયું હતું. એક મીલ બોકસ લગભગ ૬૦૦ રૂપિયાનું આવે છે એ જોઈએ તો ૧૦૦ દિવસમાં તે લગભગ ૬૦,૦૦૦ રૂપિયા એની પાછળ ખરચશે અને ઉપરથી જે કેલરી પેટમાં પધરાવશે એનાથી તેના વજન પર શું અસર થશે એ જોવાનું રહેશે.

(12:40 pm IST)