Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ઓસ્ટ્રેલિયાની સરકારે કરી બે મસ્જિદો બંધ

નવી દિલ્હી: ઓસ્ટ્રિયાની સરકારે બે મસ્જિદ બંધ કરી દીધી છે. બે મસ્જિદમાંથી એક રજિસ્ટર્ડ છે, જ્યારે બીજી મસ્જિદને એક ઈસ્લામિક સંગઠન ઓપરેટ કરે છે. ઓસ્ટ્રિયાની માન્યતા પ્રાપ્ત ઈસ્લામિક સંગઠન મેલિત ઈબ્રાહીમ એસોસિએશને કહ્યું છે કે, તેઓ સંબંધિત અધિકારીઓ સાથે વાત કરી રહ્યા છે. સંગઠને નિવેદન આપતા એક મસ્જિદ બંધ કરવાની જાણકારી આપી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ધાર્મિક સિદ્ધાંતો અને સંવિધાનનું ઉલ્લંઘન કર્યા બાદ મસ્જિદ બંધ કરવામાં આવી રહી છે. વિયેનાના પ્રોસેક્યુટર ડિપાર્ટમેન્ટે શુક્રવારે ન્યૂઝ એજન્સી AFPને જણાવ્યું કે હુમલા બાદ ધરપકડ કરવામાં આવેલા 16 લોકોમાંથી 6ને છોડી દેવામાં આવ્યા છે અને બાકીના લોકોને કસ્ટડીમાં લઈને તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓ અનુસાર, સંદિગ્ધ બંદૂકધારી પાસે ઓસ્ટ્રિયા મેકડોનિયાની ડબલ નાગરિકતા હતી. પહેલા હુમલો કરનારે સીરિયામાં ઈસ્લામિક સ્ટેટમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો.

(5:49 pm IST)