Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

પાકિસ્તાનની અદાલતમાં કરવામાં આવી વિચિત્ર પ્રકારની અરજી:કોરોના વાયરસને ભગાડવા માંગવામાં આવી ચરસ પીવાની મંજૂરી

નવી દિલ્હી: પાકિસ્તાન (Pakistan) માં કહેવાય છે કે કોરોના (Corona Virus) ને જો ભગાડવો હોય તો ચરસ પીવી પડશે. માટે કાયદેસર રીતે કોર્ટમાં અપીલ પણ કરાઈ છે અને નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાનના લોકોને ચરસ પીવાની મંજૂરી આપવામાં આવે જેથી કરીને જનતા કોરોનાને ભગાડે. હવે જોવાનું રહેશે કે કોરોના અને ચરસની જંગમા કોણ જીતે છે.  

         પાકિસ્તાન કોરોનાને લઈને કેટલું ગંભીર છે તેનું ઉદાહરણ તો અહેવાલથી જાણી શકાય છે. પાકિસ્તાનની કોર્ટમાં અપીલ કરાઈ છે કે જો કોરોના વાયરસની સારવાર કરવી હોય તો સરકારે 10 ગ્રામ ચરસ પીવાની અને એટલી ચરસ પાસે રાખવાની મંજૂરી આપવી જોઈએ. બીજા શબ્દોમાં કહીએ તો કોરોનાથી બચવા અને ચરસને બચાવવા માટે કોર્ટમાં અરજી કરાઈ છે કે ચરસને કાયદેસર માન્યતા આપવામાં આવે.

(5:50 pm IST)