Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

ભોજન -પાણીના અભાવને કારણે ૨૦૫૦ સુધીમાં એક અબજ લોકો બેઘર થઇ જશે

જેમ જેમ વસ્તી વધશે, તેલ અને અન્ય સ્ત્રોતોની માંગમાં વધારો થવાને કારણે વિશ્વમાં સંઘર્ષ પણ વધશે

લંડન,તા.૧૦: ભોજન-પાણીની સમસ્યાને લીધે પ્રકૃતિને જે સ્તરનું નુકશાન થયુ છે તેને કારણે ૨૦૫૦ સુધી વિશ્વની એક અબજ વસ્તી બેઘર થઈ જશે. ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઇકોનોમી એન્ડ પીસ સંસ્થાએ વૈશ્વિક ઇકોલોજીકલ જોખમને આધારે આ સર્વે કર્યો છે. અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૫૦ સુધીમાં વિશ્વની વસ્તી ૧૦ અબજ સુધી પહોંચી જશે.

જેમ જેમ વસ્તી વધશે, તેલ અને અન્ય સ્રોતોની માંગમાં વધારો થવાને કારણે વિશ્વમાં સંઘર્ષ પણ વધશે. જેના કારણે આફ્રિકાના તમામ સહારા, મધ્ય એશિયા અને મધ્યપૂર્વ એશિયાના ૧.૨ અરબ પોતાના ઘરમાંથી પલાયન થવા મજબૂર પડશે.

અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૧૯ માં ૩૦ કરોદ લોકોને ઇકોલોજીકલ જોખમો અને સંઘર્ષને કારણે ઘર છોડવું પડ્યું હતું. ૨૦૫૦ સુધીમાં, આ પરિસ્થિતિ ભયાનક બની રહેશે, જે વિકાસશીલ અને વિકસિત દેશો પર ગંભીર સામાજિક અને આર્થિક અસર કરશે. આનું કારણ એ છે કે ઘણા લોકો વિકસિત દેશોમાં આશ્રય માંગશે.

રિપોર્ટ અનુસાર ભારત અને ચીનને પાણીની અછતથી સૌથી વધુ અસર થશે. આગામી દાયકાઓમાં પાકિસ્તાન, ઈરાન, મોઝામ્બિક, કેન્યા અને મેડાગાસ્કર જેવા અન્ય દેશોની પરિસ્થિતિ વધુ વણસી જશે કારણ કે તેમની પાસે જળ સંકટ જેવી પરિસ્થિતિઓ સાથે કામ કરવાની ક્ષમતા નથી.

(11:31 am IST)