Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

કાઉચ પર પડ્યા -પડ્યા પાંચ ફુટબોલ ફેરવવાની કરામત

નવી દિલ્હી,તા.૧૦: હાથની આંગળી પર ફુટબોલ ફેરવવાની રમત ઘણાને આવડતી હશે, પરંતુ કાઉચ પર પડ્યા રહીને એકસાથે પાંચ ફુટબોલ ઉછાળવાની કરામતનો વિડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ઇન્સ્ટાગ્રામ પર @RyuTricks ના અકાઉન્ટ પર અપલોડ કરવામાં આવેલા વિડિયોમાં કાઉચ પર આડો પડેલો માણસ મોઢામાં લાકડી પકડીને એના પર ફુટબોલ ફેરવતો દેખાય છે. કેમેરા ઝૂમ આઉટ થાય એ પછી તે ઘૂંટણ અને પગમાં પકડેલી લાકડીઓની ઉપર બીજા ચાર ફુટબોલ ચકરાવા લેવડાવતો હોય એવું દેખાય છે. હાથનો ઉપયોગ કર્યા વગર ફુટબોલ ફેરવવાની કરામત બતાવતા એ વિડિયોને ૭.૫ લાખ લાઇકસ મળ્યા છે.

(3:06 pm IST)