Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિકએ કોરોનાને લઈને આપી અનોખી જાણકારી

નવી દિલ્હી: ઓક્સફોર્ડ યુનિવર્સિટીની કોરોના વેક્સિન (Covid 19 Vaccine)ની ટ્રાયલ રોકી દેવામાં આવી છે. ટ્રાયલમાં ભાગ લઈ રહેલા એક બ્રિટિશ વોલેન્ટિયરના બીમાર પડવાને કારણે વેક્સિન ટ્રાયલ રોકી દેવામાં આવ્યું છે. ત્રીજા તબક્કામાં અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ તથા દક્ષિણ આફ્રિકાના આશરે 30,000 વોલેન્ટિયર જોડાયા છે. ચારેય દેશોમાં ટ્રાયલ રોકી દેવામાં આવી છે. એસ્ટ્રોઝેનેકાના પ્રવક્તાએ કહ્યું કે, વેક્સિનની વૈશ્વિક સ્તર પર ચાલી રહેલી ટ્રાયલ દરમિયાન પોતાની માનક પ્રક્રિયા હેઠળ અમે સ્વતંત્ર કમિટી પાસે સમીક્ષાવ માટે હાલ ટ્રાયલ રોકી દીધી છે.

              વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે, અમે ઝડપની વાત કરી રહ્યાં છીએ, તેનો મતલબ તે નથી કે સુરક્ષા સાથે સમજુતી કરવામાં આવશે. વેક્સિન બનાવવાની પ્રક્રિયામાં બધા નિયમોનું પાલન થવું જોઈએ. લોકોને દવાઓ અને વેક્સિન આપતા પહેલા તેની સુરક્ષાની તપાસ જરૂરી છે. તેમણે જણાવ્યું કે, વિપરીત પ્રભાવ માત્ર એક વોલેન્ટિયર પર જોવા મળ્યો છે. અમારી ટીમ તેની સમીક્ષા કરી રહી છે, જેનાથી ટ્રાયલની ટાઇમલાઇન પર કોઈ પ્રભાવ પડ્યો નથી. અમે સંપૂર્ણ સુરક્ષા તથા નક્કી માપદંડો પ્રમાણે ટ્રાયલ માટે પ્રતિબદ્ધ છીએ. આશા છે કે જલદી ફરી ટ્રાયલ શરૂ થઈ જશે.

(5:18 pm IST)