Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

સ્ટેનફોર્ડ યુનિવર્સીટીમાં દુનિયાનો સૌથી મોટો મેગાપિક્સેલનો ફોટો લઇ રેકોર્ડ નોંધવામાં આવ્યો

નવી દિલ્હી: મોબાઈલ ખરીદતી વખતે તેમાં સૌથી પહેલા કેવડો કેમેરા છે જોવામાં આવે છે. કેમેરાનું કદ આપણે મેગાપિક્સેલના નામે ઓળખીએ છીએ. જેમ વધારે મેગાપિક્સેલ એમ કેમેરા સારો એવી સામાન્ય સમજણ છે. એટલે બજારમાં ૧૨થી શરૂ થઈને ૬૪ મેગાપિક્સેલ સુધીના કેમેરા ધરાવતા મોબાઈલ ફોનની બોલબાલા છે. સ્થિતિ વચ્ચે અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સંચાલિત મેન્લો પાર્કમાં આવેલી એસએલએસી લેબોરેટરીએ ૩૨૦૦ મેગાપિક્સેલનો ફોટોગ્રાફ્સ લીધો હતો. સિંગલ શોટમાં લેવાયેલો જગતનો અત્યાર સુધીનો સોથી મોટો ડિજિટલ ફોટો છે.

                 વિવિધ તસવીરો લેવામાં આવી હતી, એમાં એક તસવીર બ્રોકલી નામે ઓળખાતા કોબિજ જેવા શાકભાજીની હતી. આપણા મોબાઈલમાં ધારો કે ૬૪ મેગાપિક્સેલનો કેમેરા છે, તો પછી સ્ટેનફોર્ડનો કેમેરો તેનાથી પચાસગણો શક્તિશાળી થયો કેમેરાનો ઉપયોગ જોકે આકાશની ફોટોગ્રાફી માટે થવાની છે. કેમેરો લગભગ તૈયાર થઈ ચૂક્યો છે. આગામી દિવસોમાં ચીલીમાં આવેલી વેરા રૂબિન ઓબ્ઝર્વેટરીમાં ફીટ કરાશે. મહિલા ખગોળશાસ્ત્રી વેરા રૂબિનના નામે ઓળખાતું ચીલીનું વેરા રૂબિન ટેલિસ્કોપ જગતના સર્વોત્તમ ટેલિસ્કોપમાં સ્થાન ધરાવે છે

(5:20 pm IST)